EVMને સુપ્રીમ કોર્ટની ક્લીનચીટ, બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે EVM અને VVPAT સ્લિપની 100% ક્રોસ-ચેકિંગ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી હતી.

Update: 2024-04-26 06:47 GMT

સુપ્રીમ કોર્ટે શુક્રવારે EVM અને VVPAT સ્લિપની 100% ક્રોસ-ચેકિંગ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી હતી. આ કેસની સુનાવણી કરી રહેલા બંને જજો - જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ 24 એપ્રિલે સુનાવણી બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.40 મિનિટ સુધી ચાલેલી સુનાવણીમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે અમે મેરિટ પર ફરીથી સુનાવણી નથી કરી રહ્યા. અમે ચોક્કસ સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. અમારી પાસે કેટલાક પ્રશ્નો હતા અને અમને જવાબો મળ્યા. ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.એક્ટિવિસ્ટ અરુણ કુમાર અગ્રવાલ દ્વારા ઓગસ્ટ 2023માં VVPAT સ્લિપના 100% વેરિફિકેશન અંગે એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મતદારોને ફિઝિકલી રીતે VVPAT સ્લિપ ચકાસવાની તક આપવી જોઈએ. મતદારોને જાતે જ પોતાની સ્લીપ મતપેટીમાં નાંખવાની સુવિધા હોવી જોઈએ.આનાથી ચૂંટણીમાં ગેરરીતિની શક્યતા દુર થઈ જશે.આ કેસમાં અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકરનારાયણ અને સંજય હેગડેએ રજુઆત કરી હતી. પ્રશાંત એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)વતી છે. જ્યારે, અત્યાર સુધી ચૂંટણી પંચ વતી એડવોકેટ મનિન્દર સિંહ, અધિકારીઓ અને કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા છે.

Tags:    

Similar News