આઈફોન બનાવતી પેગાટ્રોન ભારતમાં પહેલો પ્લાન્ટ સ્થાપવાનો કરી રહી છે વિચાર

Update: 2020-07-18 08:01 GMT

હકીકતમાં વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે ભારત સરકારે ગયા જૂન મહિનામાં 50 હજાર કરોડ રૂપિયાની વિશેષ યોજના ઘડી હતી. આ હેઠળ દેશ અને દુનિયાભરમાં સ્માર્ટ ફોન ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને ભારતમાં રોકાણ માટે આકર્ષિત કરવામાં આવી રહ્યાં છે.

ગૂગલે હાલમાં જ દેશમાં આગામી 5 વર્ષમાં 75 હજારનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ફોક્સકોન સહિત અનેક કંપનીઓ રોકાણ કરવા ઇચ્છુક છે.બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે હોનહાઈ નામથી પ્રસિદ્ધ ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી પેગાટ્રોન ભારત આવી રહી છે.

પેગોટ્રોન આઈફોન માટે બીજી સૌથી મોટી એસેમ્બલિંગ કંપની છે. તેનો અડધો વેપાર એપલથી જ આવે છે. ચીનમાં કંપનીએ અનેક ફેક્ટરી ખોલી છે પણ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લઈ ભવિષ્ય માટે કંપની સુરક્ષિત જગ્યા શોધી રહી છે. હાલમાં ફોક્સકોન અને વિસ્ટ્રોન ભારતમાં આઈફોન બનાવી રહ્યાં છે.

Similar News