ભરૂચ : આમોદ નજીક ટેમ્પોની અડફેટે રાહદારીનું ઘટના સ્થળે મોત, સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉઠી..!
પિક-અપ ટેમ્પોના ચાલકે માર્ગ પસાર કરી રહેલ ઐયુબ ખોખરને ટક્કર મારી હતી.
મળતી માહિતી અનુસાર, આમોદ શહેરના પુરસા રોડ પર નવીનગરી વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ઐયુબ અભરમ ખોખર કે, જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. તે વેળાએ આમોદ-જંબુસરને જોડતા હાઇવે નંબર 64 પર માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ પિક-અપ ટેમ્પોના ચાલકે માર્ગ પસાર કરી રહેલ ઐયુબ ખોખરને ટક્કર મારી હતી.
આ ઘટનામાં રાહદારી ઐયુબ ખોખરનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને PM અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.