વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહના ખબર અંતર પૂછ્યા

Update: 2020-06-28 06:02 GMT

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે આ કોરોનાની ઝપેટમાં કેટલાક રાજકીય નેતાઓ પણ આવી ચૂક્યા છે.  શનિવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો  હતો. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. 

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકો અને તેમની સાથે મુલાકાતે આવેલા તમામ નેતાઓમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. હાલ તેમને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજ્યસભા ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ હતું.

Tags:    

Similar News