રાજકોટ : મોડી રાત્રે BMW કાર અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
રાજકોટમાં મંગળવારે મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
થોરાળા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી. આ અકસ્માતમાં કાર ચાલક અને બાઇક ચાલક કોણ હતા તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં BMW અને બાઇક કુરચો થઈ ગયો હતો. રાજકોટની થોરાળા પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી