રાજકોટ : રણુજા મંદિર નજીક નદીના પ્રવાહમાં બોલેરો ખેંચાઇ, જુઓ LIVE દ્શ્યો

Update: 2020-07-05 10:40 GMT

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે ત્યારે રણુજા મંદિર પાસે પસાર થતી નદીમાં બોલેરો જીપ તણાય હતી. સ્થાનિક લોકોએ દોડી આવી કારમાં સવાર બે લોકોને બચાવી લીધાં હતાં જયારે એક વ્યકતિ ગાડી સાથે પાણીમાં ખેંચાઇ જતાં તેની શોધખોળ ચાલી રહી છે.

રવિવારે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી છે. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી મેઘમહેર યથાવત છે. ત્યારે જસદણના ભંડારીયા, બોઘરાવદર, વીરપર સહિતના ગામોમાં  ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. રાજકોટ નજીક ત્રંબામાં પણ અઢી ઇંચ વરસાદ વરસતા ત્રિવેણી નદી ગાંડીતૂર બની છે. ઘોડાપૂર જોવા લોકો ઉમટ્યા છે.ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના કોઠારીયા નજીક રણુજા મંદિર પાસે એક બોલેરો તણાય છે. બોલેરો ગાડીમાં ત્રણ વ્યક્તિ સવાર હતા. સ્થાનિક લોકોએ  દોડી આવી બે વ્યક્તિને બચાવી લીધા હતાં અને એક વ્યક્તિ બોલેરો સાથે તણાતા ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસે  ઘટનાસ્થળે દોડી જઇ શોધખોળ હાથ ધરી છે.

Tags:    

Similar News