રાજકોટ : ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના મગનું થઇ રહ્યું છે ધૂમ વેચાણ, યુવતીઓમાં જમાવ્યું ભારે આકર્ષણ

Update: 2020-02-24 05:33 GMT

અમેરિકાના

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઇ તમામ સુરક્ષા એજન્સી સતર્ક થઇ

ચૂકી છે. તો સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ સ્થળોની વિઝીટ કરવાના છે તે તમામ સ્થળો

પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર

ઉતરાણ કર્યા બાદ તેના પરિવાર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જે બાદ તે મોટેરા

સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. તો સાથોસાથ સ્ટેડિયમમાં હાજર

જનમેદનીને પણ સંબોધશે. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પરિવાર સાથે આગ્રા તાજમહેલની

મુલાકાત પણ લેશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની

ભારતની મુલાકાત સમયે રાજકોટના એક ગિફ્ટ શોપરે એક સ્પેશિયલ મગ (કપ) તૈયાર કરાવ્યા છે. જેનું હાલ મોટા પ્રમાણમાં વેચાણ પણ થઈ રહ્યું છે. રાજકોટના ગિફ્ટ શોપર દ્વારા “નમસ્તે ટ્રંપ” તેમજ મોદી અને ડોનાલ્ડ ટ્રંપની

દોસ્તીના સ્લોગન દર્શાવતા અલગ અલગ મગની બોલબાલા રાજકોટમાં જોવા મળી રહી છે. ગિફ્ટ શોપર દ્વારા એક મગની કિંમત

150 રૂપિયા રાખવામાં આવી છે, ત્યારે આ સ્પેશિયલ

પ્રકારના તૈયાર કરવામાં આવેલ મગ મોટા પ્રમાણમાં યુવતીઓ ખરીદી રહી છે.

Tags:    

Similar News