રાજકોટ : રાજકીય દાવપેચ ભૂલી રાજકારણીઓએ લડાવ્યા પતંગના પેચ, યોજાયો “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ”

Update: 2020-01-08 17:03 GMT

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસક્રોસ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પતંગ મહોત્સવમાં 16 દેશો સહિત ભારતના અલગ અલગ 5 રાજ્યોમાંથી પતંગબાજો રાજકોટ આવી પહોચ્યા હતા. પતંગ મહોત્સવમાં નાની પતંગથી લઈ 20 ફુટ સુધીની વિશાળ પતંગો આકાશમાં ચગતાં લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રાજકોટ શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

કરાતા આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. ઓક્ટોપસ અને રંગીન માછલીઓ હવાના મોજા પર સવાર થઇ જાણે તરતા હોય તેવા

દ્રશ્યોથી રાજકોટનું સમગ્ર આકાશ જોવા મળ્યું હતું. ગુજરાતીઓના પ્રિય તેહવાર એવા

ઉતરાયણની શરૂઆત થઇ ગયી છે. જેમાં રંગબેરંગી પતંગોએ રાજકોટના આકાશની શોભા વધારી હતી.

ગુજરાતીઓ રસિયાઓ તો ખરા પણ ઉડતી, પેચ લડતી અને કાપતી કપાતી પતંગો

જોવાના રાજકોટવાસીઓને ભારે શોખીન માનવામાં આવે છે, ત્યારે રાજકોટના રેસક્રોસ મેદાન ખાતે આજે ઈન્ટરનેશનલ કાઇટ

ફેસ્ટીવલનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. જેમાં દેશ વિદેશના પતંગબાજોની સાથે 50થી વધુ પતંગવીરો પણ જોડાયા હતા.

પતંગબાજોએ 2, 5 ગ્રામની

પતંગથી લઇને 5, 10 કિલો વજન

ધરાવતી પતંગોને આકાશમાં ઉડાવી હતી.

રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 16 દેશ સહિત ભારતના 5 રાજ્યોમાંથી પતંગવીરો ભાગ લેવા માટે આવી પહોચ્યા હતા. દેશ વિદેશના

પતંગબાજોની સાથે રાજકોટના રાજકારણીઓ પણ આ મહોત્સવમાં રાજકીય દાવપેચ ભૂલી નાનપણની

યાદ તાજી કરી મેદાનમાં રંગબેરંગી પતંગો ઉડાવતા નજરે પડ્યા હતા. રાજકોટના પતંગ

રસિકો અને દેશ વિદેશથી આવતા પતંગબાજો માટે આ મહોત્સવ પોતાની કળા દર્શાવવાની સાથે વિવિધ દેશોના

પતંગબાજોને મળવાની તક પણ પૂરી પાડે છે.

Tags:    

Similar News