રાજકોટ: NCP નેતા રેશ્મા પટેલને જૂની કલેક્ટર કચેરીમાંથી ટિંગાટોળી કરી બહાર કઢાયા, જુઓ નેતા

Update: 2021-02-05 12:44 GMT

રાજકોટમાં આજે જૂની કલેક્ટર કચેરી ખાતે NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી થતાં રેશ્મા પટેલને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજકોટમાં આજે જૂની કલેક્ટર કચેરી ખાતે NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 13ના ઉમેદવારોના ફોર્મ ભરાતા હતા તે વખતે રેશ્મા પટેલે મેન્ડેડ માટે બોલાચાલી કરી હતી. જેથી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. રેશ્મા પટેલે અધિક કલેક્ટરની કચેરીમાં કહ્યું કે સાહેબ હું તમને રિકવેસ્ટ કરૂ છું કે, ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે. અમે તમારા માટે માન રાખીએ છીએ અને તમે આવો ભેદભાવ રાખો છો તે અમે નહીં ચલાવી લઈએ.

Tags:    

Similar News