રાજકોટ : તબીબે પત્નીને કહયું તમારો ખ્યાલ રાખજો, હવે હું 15 દિવસ પછી ઘરે આવીશ, જુઓ શું છે ઘટના

Update: 2020-03-29 11:17 GMT

કોરોના

વાયરસની મહામારી વચ્ચે તબીબોને દેવદુત ગણાય રહયાં છે ત્યારે આ દેવદુતોના પરિવારો

પણ મુશ્કેલીમાં જોવા મળી રહયાં છે. પરિવારના સભ્યોને ચેપ ન લાગે તે માટે તબીબોએ

હોસ્પિટલને જ પોતાનું ઘર બનાવી લીધું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ …… 

રાજકોટમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસનો આંકડો 8 પર પહોંચ્યો છે. ત્યારે કોરોના વાયરસના કહેર વચ્ચે તબીબો અને મેડીકલ સ્ટાફ જીવના જોખમે સેવાઓ આપી રહયો છે. કનેક્ટ ગુજરાતની ટીમે એક તબીબ પરિવારની મુલાકાત લીધી હતી. ડોક્ટર જયેશ ડોબરીયા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં હાલ સેવા આપી રહ્યા છે. તેઓ ત્રણ દિવસથી પોતાના ઘરે પરત નથી ફર્યા. પોતાના પરિવારજનોને કોરોનાવાયરસ નો ચેપ ન લાગે તે માટે તેઓ પોતાના ઘરે પણ પરત નથી ફરી રહ્યા. 3 દિવસ પહેલા હોસ્પિટલે જતા પહેલા તેમને તેમના પરિવારજનોને જણાવ્યું હતું કે તેઓ હવે પંદર દિવસ બાદ જ પરત ફરશે. ત્યારે હાલ જયેશ ડોબરીયા ના પરિવારજનોને ચોક્કસ તેમની યાદ આવી રહી છે પરંતુ તેઓ જે સેવા આપી રહ્યા છે તેના પર તેમને ગર્વ છે.

Tags:    

Similar News