રાજકોટ : ઉપલેટામાં 5.32 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝબ્બે

Update: 2020-03-11 11:01 GMT

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં થોડા સમય પહેલા થયેલી 5.32 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

ઉપલેટાનાં ડોક્ટર ટોલીયા રોડ પર આવેલ લક્ષ્મી પાર્ક સામે આવેલ આરીફ બુધવાણી નાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના બની હતી. તસ્કરો રોકડ રકમ, વિદેશી ચલણી નોટો અને સોના-ચાંદીના દાગીના મળી 5.32 લાખ રૂપિયા ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોરીમાં સંડોવાયેલા આરોપી હરી જલા કરમુર આહિરની ધરપકડ કરી છે. આરોપીએ જુગારમાં મોટી રકમ હારી જતાં દેવું ચુકવવા માટે ચોરીના રવાડે ચઢી ગયો હોવાની કબુલાત કરી હતી. આરોપીની વધુ પુછપરછ પોલીસ કરી રહી છે.

Similar News