ભારત સામેની સિરીઝ પહેલા શ્રીલંકાને લાગ્યો આંચકો, સ્ટાર સ્પિનર સિરીઝમાંથી બહાર

સ્ટાર લેગ સ્પિનર વનિન્દુ હસરંગા કોરોના સંક્રમણને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

Update: 2022-02-23 11:05 GMT

શ્રીલંકાને ટીમ ઈન્ડિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી પહેલા ઝટકો લાગ્યો છે. સ્ટાર લેગ સ્પિનર વનિન્દુ હસરંગા કોરોના સંક્રમણને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયામાં છે અને પોઝિટિવ રિપોર્ટના કારણે ફરી એકવાર તેનો આઈસોલેશન સમયગાળો લંબાવવામાં આવ્યો છે.

શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણી ગુરુવારથી શરૂ થશે. પ્રથમ મેચ લખનૌમાં રમાશે. શ્રીલંકા ક્રિકેટે એક રિલીઝમાં કહ્યું કે, 'કોરોના સંક્રમિત થવાને કારણે આઈસોલેશનમાં રહેતા વાનિન્દુ હસરંગા ફરીથી સંક્રમિત જોવા મળ્યા છે. ખેલાડીની રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) ગઈકાલે (22 ફેબ્રુઆરી) કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીના રોજ જ્યારે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની T20I શ્રેણી રમી રહી હતી ત્યારે હસરંગાનો પ્રથમ વખત રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT)માં સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખેલાડીને કેનબેરાથી મેલબોર્ન મોકલવામાં આવ્યો છે અને જ્યાં સુધી તેનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેને આઈસોલેશનમાં રાખવામાં આવશે. ગયા અઠવાડિયે બેંગલુરુમાં IPL 2022 મેગા ઓક્શનમાં લેગ-સ્પિનરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો. ભારતીય ટીમ ગયા વર્ષે જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી. ત્યારે આ 24 વર્ષીય સ્પિનરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ODIમાં ત્રણ અને T20I શ્રેણીમાં સાત વિકેટ ઝડપી હતી. તે શ્રેણીના અંતે, હસરંગા ICC T20 બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો હતો.

Tags:    

Similar News