ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને 56 રનથી હરાવ્યું, ભારતે શ્રેણીમાં 4-0ની મેળવી લીડ

Update: 2024-05-06 16:48 GMT

ભારતીય મહિલા ટીમનું વિસ્ફોટક પ્રદર્શન તેના બાંગ્લાદેશ પ્રવાસ પર જારી રહ્યું છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ઇનિંગ બાદ દીપ્તિ શર્માના નેતૃત્વમાં બોલરોના અસરકારક પ્રદર્શનને કારણે ભારતે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ સોમવારે વરસાદથી પ્રભાવિત 14-ઓવરની ચોથી મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ બાંગ્લાદેશને 56 રનથી હરાવીને સતત ચોથી જીત નોંધાવી હતી અને પાંચ મેચની શ્રેણીમાં 4-0ની લીડ મેળવી હતી.

હરમનપ્રીત (39) અને રિચા ઘોષ (24) વચ્ચે ચોથી વિકેટની 44 રનની ભાગીદારીથી ભારતે છ વિકેટે 122 રન બનાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાના (22) અને ડી હેમલતા (22)એ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ડકવર્થ લુઈસ પદ્ધતિ હેઠળ બાંગ્લાદેશને 125 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ દીપ્તિ શર્મા (13 રનમાં બે વિકેટ), આશા શોભના (18 રનમાં બે વિકેટ) અને રાધા યાદવ ( 12 રન માટે સાથે એક વિકેટ)ની સ્પિનના જાદુથી યજમાન ટીમનો પરાજય થયો હતો. ટીમ ટાર્ગેટ હાંસલ કરી શકવાની સ્થિતિમાં દેખાઈ ન હતી અને સાત વિકેટે 68 રન જ બનાવી શકી હતી.

Tags:    

Similar News