ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને ત્રીજી T20માં હરાવ્યું, સિરીઝમાં 3-0ની લીડ

Update: 2024-05-04 03:39 GMT

શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની 91 રનની ભાગીદારીને કારણે ભારતીય મહિલા ટીમે સિલ્હટમાં ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે 3-0ની લીડ મેળવી લીધી છે અને સિરીઝ પર પણ કબજો કરી લીધો છે. શેફાલીએ 51 રન અને સ્મૃતિએ 47 રનની ઇનિંગ રમી હતી.પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશને 118 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 121 રન બનાવીને મેચ જીતી લીધી હતી

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને 6.3 ઓવરમાં 46 રનના સ્કોર પર બાંગ્લાદેશને પહેલો ઝટકો આપ્યો.આ પછી ભારતીય બોલરોએ બાંગ્લાદેશને 55 રનના સ્કોર પર બીજી વિકેટ અને 85 રનના સ્કોરે ત્રીજી અને ચોથી વિકેટ ઝડપીને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. બાંગ્લાદેશની આખી ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 117 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી ઓપનર દિલારા અખ્તરે 27 બોલમાં 39 અને કેપ્ટન નિગાર સુલ્તાનાએ 28 રન બનાવ્યા હતા.ભારત તરફથી રાધા યાદવે 22 રનમાં બે વિકેટ લીધી હતી જ્યારે રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલે એક-એક વિકેટ લીધી હતી.

Tags:    

Similar News