ભારતની સ્ટાર ટ્રેક એથ્લેટ પારુલ ચૌધરીએ યુ.એસ.માં સાઉન્ડ રનિંગ સનસેટ ટૂર-1 માં 3000 મીટરની દોડમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ભારતની સ્ટાર ટ્રેક એથ્લેટ પારુલ ચૌધરીએ 2 જુલાઈ, 2022ની રાત્રે યુ.એસ.માં સાઉન્ડ રનિંગ સનસેટ ટૂર-1 માં 3000 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Update: 2022-07-03 15:35 GMT

ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા બાદ હવે ભારતની દીકરી પારુલ ચૌધરી એ વિદેશમાં દેશનું માન વધાર્યું છે. ભારતની સ્ટાર ટ્રેક એથ્લેટ પારુલ ચૌધરીએ 2 જુલાઈ, 2022ની રાત્રે યુ.એસ.માં સાઉન્ડ રનિંગ સનસેટ ટૂર-1 માં 3000 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ ઇવેન્ટ કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના જેક કેમ્પ સ્ટેડિયમમાં રમાઈ હતી. પારુલ ચૌધરીએ 8:57:19 મિનિટમાં 3000 મીટરનું અંતર કાપ્યું અને નેશનલ રેકોર્ડ પણ તે મહિલાઓની 3000 મીટર સ્પર્ધામાં 9 મિનિટથી ઓછા સમય સુધી ક્લોક કરનાર દેશની પ્રથમ એથ્લેટ બની હતી.

મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં પારુલ ચૌધરી બે લેપ પછી પાંચમા સ્થાને દોડી રહી હતી, પરંતુ પછી તેણે અદભૂત પુનરાગમન કર્યું અને નેશનલ રેકોર્ડ તોડ્યો એટલું જ નહીં, પરંતુ પોડિયમ પર ત્રીજું સ્થાન પણ મેળવ્યું. 27 વર્ષની પારુલ ચૌધરીએ 7 સેકન્ડના અંતરથી સૂર્યા લોગાનાથનનો નેશનલ રેકોર્ડ તોડ્યો. તામિલનાડુના પુડ્ડુકોટ્ટાઈમાં 7 જુલાઈ 1990ના રોજ જન્મેલા સૂર્ય લોગાનાથને એપ્રિલ 2016માં નવી દિલ્હીમાં 9:04.5 મિનિટના સમય સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

Tags:    

Similar News