IPL 2022: ગુજરાત ટાઈટન્સનો ચેન્નાઈ સામે શાનદાર વિજય,પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને

ગુજરાત ટાઇટન્સે સિઝન 15માં તેની 5મી જીત નોંધાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાતનો 3 વિકેટે વિજય થયો હતો

Update: 2022-04-18 03:17 GMT

ગુજરાત ટાઇટન્સે સિઝન 15માં તેની 5મી જીત નોંધાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાતનો 3 વિકેટે વિજય થયો હતો. ગુજરાત તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ અણનમ 94 રનની ઇનિંગ રમી હતી. આજે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટન રાશિદ ખાને પણ 40 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. 170 રનનો પીછો કરતા ગુજરાતે 7 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.જો કે સૌથી વધારે વખાણ તો કીલર મિલર ના જ કરવા પડે. શરૂઆતમાં જ ફટાફટ વિકેટો પડી ગયા બાદ મિલરે જે ઇનિંગ રમી હતી તેણે ગુજરાતની ટીમને વિજય સુધી દોરી હતી. આજે ગુજરાત ટાઇટન્સની ટીમમાં હાર્દિક પંડયા અને વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ગેરહાજર રહ્યા હતા. વેડની જગ્યાએ આજે રિદ્ધિમાન સાહાને તક મળી હતી અને સાથે અલગારી જોસેફને પણ ટીમમાં લેવામાં આવ્યો હતો. કેપ્ટન્સી રાશિદ ખાને કરી હતી. 

Tags:    

Similar News