રાફેલ નડાલ 14મી વખત બન્યાં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન, ફાઈનલમાં કૈસ્પર રુડનો પરાજય

રાફેલ નડાલે તેની કરિયરનો 22મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. રવિવારે ફ્રેંચ ઓપનમાં મેંસ સિંગલ્સની ફાઈનલમાં તેમણે નોર્વેના કેસ્પર રુડને પરાજય આપ્યો

Update: 2022-06-05 17:17 GMT

રફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસનું મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. રવિવારે પેરિસમાં રમાયેલી ફાઈનલમાં નડાલે આઠમો ક્રમ ધરાવતા નોર્વેના કેસ્પર રુડને 6-3, 6-3, 6-0થી હરાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ 2 કલાક 18 મિનિટ સુધી ચાલી હતી. નડાલનું આ 14મું ફ્રેન્ચ ઓપન ટાઇટલ હતું.

સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલે તેની કરિયરનો 22મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. રવિવારે ફ્રેંચ ઓપનમાં મેંસ સિંગલ્સની ફાઈનલમાં તેમણે નોર્વેના કેસ્પર રુડને સીધા સેટોમાં 6-3, 6-3, 6-0થી પરાજય આપ્યો હતો. આ મેચ 2 કલાક 18 મિનિટ ચાલી હતી. આ સાથે નડાલે 14મી વખત ફ્રેંચ ઓપનનો ખિતાબ મેળવ્યો છે. 36 વર્ષિય નડાલ સૌથી ઉંમરલાયક ફ્રેંચ ઓપન ચેમ્પિયન બન્યા છે.

નડાલ 14મી વખત ફ્રેંચ ઓપનની ફાઈનલ રમવા ઉતર્યાં હતા. તેમણે રોલેંડ ગૈરોસની લાલ બજરી પર કોઈ પણ ફાઈનલ મેચ નહીં હારવાનો ક્રમ જાળવી રાખ્યો છે. તેઓ વર્ષ 2005માં અહીં પ્રથમ વખત ચેમ્પિયન બન્યા હતા. વર્ષ 2008 સુધી અહીં ચાર વખત ચેમ્પિયન બન્યા હતા. વર્ષ 2009માં તેમણે ચોથા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Full View


Tags:    

Similar News