SRH vs LSG: સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું

Update: 2024-05-08 17:14 GMT

સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું છે. લખનૌએ બેટિંગ કરતા 165 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. SRHના બેટ્સમેનોએ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે 10 ઓવર પણ ખર્ચી ન હતી.

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા વચ્ચે 167 રનની ભાગીદારી થઈ હતી. ટ્રેવિસ હેડે 30 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેણે 8 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. બીજી તરફ અભિષેક શર્માએ માત્ર 28 બોલમાં 75 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. બંનેએ પહેલી જ ઓવરથી જ વિસ્ફોટક રીતે છગ્ગા અને ચોગ્ગા મારવાનું શરૂ કરી દીધું હતું. હૈદરાબાદે 62 બોલ બાકી રાખીને અને 10 વિકેટથી મેચ જીતી લીધી હોવાથી, તેની LSGના નેટ રન-રેટ પર ખૂબ જ ખરાબ અસર પડી છે.

166 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ ચોથી ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી લીધો હતો અને પાવરપ્લે ઓવરના અંત સુધીમાં ટીમનો સ્કોર 107 રન થઈ ગયો હતો. એક તરફ ટ્રેવિસ હેડે 16 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી તો બીજી તરફ અભિષેક શર્માએ 19 બોલ રમીને પોતાની અડધી સદી પૂરી કરી. હેડ અને અભિષેક આજ બોલરોને બરાબરનો પાઠ ભણાવવા મેદાનમાં ઉતર્યા હતા. હૈદરાબાદની ઇનિંગમાં 10 ઓવર પણ પુરી ફેંકવામાં આવી ન હતી. તેમાંથી 7 ઓવર એવી હતી જેમાં 15 કે તેથી વધુ રન થયા હતા.

Tags:    

Similar News