સનરાઇઝર્સ હૈદરાબાદે તેના નવા કેપ્ટનની કરી જાહેરાત

Update: 2023-02-23 07:20 GMT

સનરાઇઝર્સ હૈદરાબાદે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામને આ જવાબદારી સોંપવામાં આવી છે. માર્કરામે દક્ષિણ આફ્રિકાની તાજેતરમાં સમાપ્ત થયેલી T20 ફ્રેન્ચાઇઝ લીગ (SA20)માં સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. તેણે SA20માં પોતાની ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી.

SA20 માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપની કેપ્ટનશીપ એડન માર્કરામને સોંપાઇ હતી. 6 ટીમોની આ લીગમાં સનરાઇઝર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીએ લીગની અંતિમ મેચમાં પ્રિટોરિયા કેપિટલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. SA20 માં તેની ટીમની સમાન સફળતાને ધ્યાનમાં રાખીને સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલમાં પણ આ જવાબદારી નિભાવવા માટે એડન માર્કરામની પસંદગી કરી હતી

Tags:    

Similar News