ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટેસ્ટ થશે શરૂ

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટેસ્ટ શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી રમવા ઉતરશે.

Update: 2022-03-03 15:29 GMT

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટેસ્ટ શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી રમવા ઉતરશે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમે સિનિયર ખેલાડીઓને ટીમમાંથી હટાવી યુવા ખેલાડીઓને તક આપી છે. ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સહા અને ઈશાંત શર્માને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

જો કે આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. તે મોહાલીમાં તેની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ રમવાનો છે. આ સાથે વિરાટ કોહલી તેના ચાહકોને પણ 71મી સદીની આશા હશે.

ઓપનિંગમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલ મેદાનમાં ઉતરી શકે છે. સ્પિનર્સમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડી જોવા મળી શકે છે. મોહમ્મદ સિરાજની ભૂમિકા મહત્વની છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને તક મળે તેવી સંભાવના છે.

Tags:    

Similar News