USની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નક્કી થઈ ગયાં બે ઉમેદવાર, 108 વર્ષ બાદ અજીબ સંયોગ સર્જાયો

Update: 2024-03-14 04:37 GMT

અમેરિકામાં નવેમ્બર 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિની ચૂંટણી આડે હજુ 8 મહિના જેટલો સમય છે ત્યારે તે પહેલા બે ઉમેદવારો નક્કી થઈ ગયાં છે એટલે હવે ચૂંટણીમાં ત્રીજો કોઈ ઉમેદવાર નહીં હોય. ડોનાલ્ડ ટ્રંપે રિપબ્લિકન પાર્ટીનું અને હાલના પ્રેસિડન્ટ જો બાયડને ડેમોક્રેટ પાર્ટીનું નામાંકન મેળવી લેતાં હવે તેમની બેની વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી લડાશે.

ભારતીય મૂળના નિક્કી હેલી રિપબ્લિકન પાર્ટીની રેસમાંથી ખસી જતા ટ્રમ્પ માટે માર્ગ ખૂલ્યો હતો. ડેમોક્રેટ્સ પાર્ટીમાં બાયડનની ઉમેદવારીને કોઈને પડકારી નહોતી તેથી તેમણે સરળતાથી નામાંકન મેળવી લીધું. અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બર 2024મા યોજાશે. રાષ્ટ્રપતિના બન્ને ઉમેદવારો પાસે પ્રચાર માટે 8 મહિના જેટલો સમય છે. આજથી 108 વર્ષ પહેલા એટલે કે 1956ની સાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના તત્કાલિન બે ઉમેદવારો રિમેચ થયાં હતા. 1956ની સાલમાં રિપબ્લિકન પ્રેસિડન્ટ Dwight D. Eisenhowerએ ફરી વાર ડેમોક્રેટ ઉમેદવાર Adlai Stevensonને હરાવ્યાં હતા. 

Tags:    

Similar News