શેરબજારમાં તેજી; સેન્સેક્સે પહેલી વાર 50 હજારની સપાટી વટાવી

Update: 2021-01-21 04:22 GMT

મોટા વિદેશી રોકાણ અને અમેરિકામાં નવા રાષ્ટ્રપતિના કારણે ભારતીય શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે. સેન્સેક્સે પહેલીવાર 50 હજારની સપાટી ક્રોસ કરી છે. સેન્સેક્સ 275 પોઈન્ટ વધીને 50,067ની સપાટીએ પહોંચી ગયો છે.

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડન બનતા રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં જ નવા રાહત પેકેજને મંજૂરી મળશે. જ્યારે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)નું રોકાણ સતત ચાલુ છે. NSDLના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીમાં અત્યાર સુધી 20,236 કરોડનું રોકાણ થયું છે. કોરોના મહામારી સામે મજબૂત લડાઈ. દેશમાં વેક્સિનેશન વિશે સતત પોઝિટિવ અપડેટ્સ આવી રહી હોવાના કારણે પણ તેજી જોવા મળે છે જ્યારે મજબૂત સ્થાનિક સંકેતોની પણ અસર છે. વીજળીનો વપરાશ, મેન્યુફેક્ચરિંગ PMI ડેટા, GDPમાં રિકવરી સહિત અન્ય પોઝિટિવ આંકડાઓની અસર તેજીનું કારણ છે.

Tags:    

Similar News