ભારતનો વાગ્યો ડંકો, એશિયાઇ કુસ્તી ચેમ્પિયનશીપ 2020માં સુનીલ કુમારે મેળવ્યું ગોલ્ડ મેડલ

Update: 2020-02-19 02:47 GMT

ભારતને એશિયાઇ રેસલિંગ ચેમ્પિયનશીપમાં 1993 પછી પહેલી

વાર ગોલ્ડ મેડલ મળ્યો છે. સુનીલ કુમાર પહેલા પપ્પૂ યાદવે ભારત માટે ગોલ્ડ મેડલ

જીત્યો હતો. ફાઇનલમાં સુનીલ કુમારની ટક્કર કિર્ગિસ્તાનના

સાલિદિનોવ સાથે થઇ હતી, જેમાં ભારતીય પહેલવાને 5-0થી એકતરફી જીત

નોંધાવી હતી. 

સુનીલ કુમાર 2019માં ફાઇનલ સુધી પહોંચ્યા તો હતા, પણ ગોલ્ડ મેડલ ન મેળવી શક્યા

ભારતીય પહેલવાન સુનીલ કુમારે એશિયાઇ કુસ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. સુનીલ કુમારે 87 કિ. ગ્રા ગ્રીકો રોમન કેટેગરીમાં 27 વર્ષ પછી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સુનિલ કુમારે 5-0 ફાઇનલમાં સાલિદિનોવને માત આપી છે. આ પહેલા ફાઇનલમાં પહોંચવા માટે પણ ભારતીય પહેલવાને સૌને ચોંકાવનારી રમતનું પ્રદર્શન કરી સેમીફાઇનલમાં કઝાકિસ્તાનના અજામત કુસ્તુબાયેવને માત આપી હતી. સેમીફાઇનલ મેચમાં 1-8થી પાછળ રહી ગયેલા સુનીલ કુમારે સતત 11 અંક મેળવીને જીત હાંસલ કરી હતી. તેમણે શાનદાર પ્રદર્શન કરતા આ મેચ 12-8થી પોતાના નામે કરી હતી. સુનીલ કુમાર 2019માં પણ ફાઇનલ સુધી પહોંચ્યા હતા પરંતુ ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.

Similar News