સુરતઃ 48 કલાકમાં કેબેલ બ્રિજનું લોકાર્પણ ન થાય તો કોંગ્રેસ કરશે લોકાર્પણ!

Update: 2018-09-24 09:38 GMT

રૂપિયા દોઢસો કરોડનાં ખર્ચે અઠવા-અડાજણને જોડતો કેબલ સ્ટ્રેઇડ બ્રિજ દસ વર્ષમાં પૂર્ણ થયો

સુરતનો મહત્વાકાંક્ષી કેબલ સ્ટેઇડ બ્રિજને લઈ હવે રાજનીતિ શરૂ થઇ છે. એક તરફ પી.એમ મોદીના હસ્તે લોકાર્પણ કરવા ભાજપ શાસકો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ કેબલ બ્રિજ લોકાર્પણ કરવાની તારીખ આગામી 48 કલાકમાં નક્કી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે તેવી ચીમકી શહેર કોંગ્રેસે ઉચ્ચારી છે.

કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડીયાએ સોશિયલ મીડિયામાં ભાજપનાં શાસકોને ખુલ્લી ચિમકી આપી છે કે, 48 કલાકમાં લોકાર્પણની તારીખ નક્કી નહીં થાય તો કોંગ્રેસ બ્રિજનું લોકાર્પણ કરી નાખશે. અઠવા-અડાજણને જોડતો રૂપિયા દોઢસો કરોડનાં ખર્ચે કેબલ સ્ટ્રેઇડ બ્રિજ દસ વર્ષમાં પૂર્ણ થયો. પરંતુ તેનાં લોકાર્પણ માટેની તારીખ હજુ જાહેર કરાઇ નથી. પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. કેબલ સ્ટેઇડ બ્રિજ ચાલુ ન થતાં અડાજણના પાંચ લાખ લોકોને સરદારબ્રિજથી જ અઠવા તરફ જવાની નોબત આવી રહી છે. કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણની તારીખ 48 કલાકમાં જાહેર ન કરે તો કોંગ્રેસ ખુલ્લો મુકી દેશે તેવું કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યું હતું..

Similar News