સુરત : કોરોનાનો ખતરો વધતા ટ્યુશન ક્લાસ ઓનલાઇન ચલાવવા મનપાનો આદેશ

Update: 2021-03-17 04:33 GMT

સુરત શહેરમાં વધી રહેલા કોરોના કહેર ને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ બસ, સીટી બસ ,બાગ બગીચા બંધ કર્યા બાદ હવે ટ્યુશન ક્લાસીસ માત્ર ઓનલાઇન જ શરૂ કરવા મનપા દ્વારા આદેશ કરાયો છે

સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોના કહેર ને અંકુશમાં લાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા આજરોજ જાહેરનામું બહાર પાડી ભીડભાડવાળા રૂટ પર બીઆરટીએસ,બસ સીટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે સાથે જ બાગ બગીચા સહિત શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસ ઓ માત્ર ઓનલાઇન જ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે જો કોઈ નિયમોનો ભંગ કરશે તેઓ ની ઉપર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Similar News