સુરત : સરકારી મિલકતો જ બની મચ્છરજન્ય રોગોનું ઘર, 11 જેટલા બ્રિડિંગનો કરાયો નાશ

Update: 2020-10-31 12:05 GMT

સુરતમાં સરકારી મિલકતો જ જાણે મચ્છરજન્ય રોગોનું ઘર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરની સરકારી મિલકતોમાં બ્રિડિંગ મળી આવ્યા છે, ત્યારે મનપા દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે 105 જેટલી ટીમ બનાવી કુલ 229 જેટલી તમામ સરકારી મિલકતોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે તપાસ દરમ્યાન 11 જેટલા બ્રિડિંગનો નાશ પણ કરવામાં આવ્યો હતો. શહેરમાં જે જે સ્થળે મચ્છરોની ઉત્પતિ તેમજ મચ્છરજન્ય રોગનું સંક્રમણ થવાની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોમાં મચ્છરના નિયંત્રણ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકારી મિલકતો તપાસ કરતાં 14 મિલકતોને નોટિસ ફટકારી કુલ રૂપિયા 1500 દંડ વસૂલવામાં આવ્યો હતો.

Tags:    

Similar News