સુરત : સોળે શણગાર સજી દુલ્હન મતદાન માટે પહોચી, લગ્ન પહેલા નિભાવ્યો નાગરિક ધર્મ

Update: 2021-02-21 11:11 GMT

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે એક યુવતીએ દુલ્હન ના જોડામાં મતદાન કર્યું હતું. યુવતીના આજે લગ્ન હતા પરંતુ એ પૂર્વે તેણે નાગરિક ધર્મ નિભાવ્યો હતો.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાયેલ રહેલ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે આજ રોજ પુનાગામ સ્થિત વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ મતદાન મથક પર નિધિ ગેલાણી નામની યુવતી દુલ્હનના જોડામાં મતદાન કરવા પોહચી હતી.અનુસ્નાતક કરી ચુકેલી નિધિ ગેલાણીના આજે લગ્ન છે અને તેણીએ લગ્ન પહેલા લોકશાહીના પર્વમાં ભાગ લેવા પહોચી હતી.આ અંગે નિધિ ગેલાણીએ જણાવ્યું હતું કે,આજે લગ્નની સાથે મતદાન કરવાનો અનેરો અવસર મળ્યો છે.લગ્ન પહેલા મતદાન કરવાનો નિર્ણય કર્યો માટે આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી છું.

Tags:    

Similar News