સુરત : વ્હાઇટ લોટસ સ્કૂલ મનમાની સામે આવી, ફી ભરવા માટે દબાણ કરાતા વાલીઓમાં રોષ

Update: 2021-01-11 09:21 GMT

સુરત શહેરમાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી વ્હાઈટ લોટસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. તો સાથે જ શાળા સંચાલકો દ્વારા ફી ભરવા માટે દબાણ કરાતું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે, ત્યારે સમગ્ર મામલે વાલીઓ કલેક્ટર કચેરી ત્યાર બાદ ડીઈઓને રજૂઆત કરવા પહોચ્યા હતા.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાળાઓ સામે વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હોવાના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે વેસુ વિસ્તારની વ્હાઈટ લોટસ સ્કૂલ દ્વારા પોતાની મનમાની ચલાવી વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ઉપરાંત શાળા સંચાલકો દ્વારા ફી ભરવા માટે પણ દબાણ કરાતું હોવાથી વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા વાલીઓએ કલેક્ટર કચેરી અને ત્યાર બાદ ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરી હતી.

સમગ્ર મામલે વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા ફી નિયમ કરતા વધુ ભરવા, ફીને લઈ શાળામાં બાળકો સાથે ભેદભાવ સહિત ઓનલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જો ફી ભરીએ તો વિદ્યાર્થીનું સેમેસ્ટર યથાવત રાખી તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે તેવું જણાવાયું છે. જોકે વાલીઓ સરકારના નિયમ અનુસાર, ફી ભરવા તૈયાર છે. પરંતુ શાળા દ્વારા અન્ય ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત બંધ કરેલા ઓનલાઈન ક્લાસ પણ હજી શરૂ કરવામાં ન આવતા આ મામલે અગાઉ પણ વાલીઓ વિરોધ કરી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર શાળાની દાદાગીરી સાથે મનમાની સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. જોકે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે વાલીઓ કલેક્ટર કચેરી અને ત્યારબાદ ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરી હતી.

Tags:    

Similar News