સુશાંતનો હાથથી લખેલો લેટર તેની બહેને સોશિયલ મીડિયામાં કર્યો શેર, જાણો શું લખું છે લેટરમાં

Update: 2021-01-13 08:49 GMT

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટર સુશાંતના હાથથી લખેલો લેટર શેર કર્યો છે. તેમાં સુશાંતે 30 વર્ષના પોતાના અનુભવ અને જીંદગીની સાચી રમત વિશે જણાવ્યુ છે. શ્વેતાએ ફોટો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું કે, ‘ભાઈએ લખેલું આ વિચાર ખૂબ ઉમદા છે.’

શ્વેતાએ પોસ્ટ કરેલા લેટરમાં સુશાંતે લખું છે કે, ‘મને લાગે છે કે મે જિંદગીના 30 વર્ષ ખર્ચ કરી દીધા છે. પહેલા 30 વસર કઈક બનવાના પ્રયાસમાં. હું દરેક વસ્તુમાં સારો બનવા ઇચ્છતો હતો. હું ટેનિસ, સ્કૂલ અને ગ્રેડ્સમાં સારો બનવા ઇચ્છતો હતો. અને મે દરેક વસ્તુને એ જ દ્રષ્ટિએ જોઈ. હું જેવો છું એવો જ ઠીક છું. પણ જો મને સારી વસ્તુ મળી તો ખબર પડી કે આખી રમત જ ખોટી હતી. કારણકે આખી રમત તો તેને શોધવાની હતી, જે હું પહેલેથી જ હતો.’

Tags:    

Similar News