આજે વિશ્વ હિન્દી દિવસ, 60 કરોડથી વધુ લોકો બોલે છે હિન્દી ભાષા

Update: 2021-01-10 06:46 GMT

વિશ્વભરમાં હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર માટે પહેલું વિશ્વ હિન્દી સંમેલન 10 જાન્યુઆરી 1975, નાગપુરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અલગ અલગ 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ 2006માં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંઘે દર વર્ષે આ તારીખના રોજ વિશ્વ હિન્દી દિવસ મનાવાની ઘોસણાં કરી હતી. ત્યારથી આજના દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસને ઉજવવાનો હેતુ વિશ્વમાં હિન્દી ભાષાનાં પ્રચાર પ્રસાર માટે તેમજ હિન્દીને આંતરરાષ્ટ્રીય ભાષાનાં રૂપમાં રજુ કરવાનો છે. વિદેશમાં પણ ભારતીય દૂતાવાસ પર આજ દિવસે હિન્દી ભાષામાં કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવવામાં આવે છે. તમામ સરકારી કાર્યાલય, શાળાઓ તેમજ કોલેજોમાં વિવિધ વિષયો પર હિન્દીમાં વ્યાખ્યાન આયોજીત કરવામાં આવે છે.

Tags:    

Similar News