તુલસી વિવાહ 2020 : દેવઊઠી એકાદશીના દિવસે થાય છે તુલસી લગ્ન, જાણો શું કરવામાં આવે છે આ દિવસે

Update: 2020-11-24 13:30 GMT

25 નવેમ્બરના કારતક  મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે  દેવઊઠની એકાદશી આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસના દિવસે દેવઊઠની એકદાશી કહેવામાં આવે છે. જે ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ સૂવે છે, તેને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે અધિકમાસ હતો, જેના કારણે ચાતુર્માસ પાંચ મહિનાનો હતો. દેવઊઠની એકાદશીથી લગ્ન અને અન્ય બધા શુભ કામ શરૂ થઇ જાય છે. દેવુથની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તે પછી ભગવાન વિષ્ણુ 20 જુલાઈ 2021ના રોજ દેવશયની એકાદશીથી ફરી વિશ્રામ કરશે.

તુલસી વિવાહ 2020: આ વર્ષે તુલસી વિવાહ 25 નવેમ્બર બુધવારે છે.  દેવઊઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ  થાય છે. તુલસી અને શાલિગ્રામનાં લગ્ન તુલસીમાતાનાં લગ્નનાં દિવસે થાય છે. આ દિવસે તુલસી, શાલિગ્રામ અને ગણેશની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસી વિવાહનું  આયોજન કરવાથી કન્યા દાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે.

Tags:    

Similar News