US Election: બાઈડેન જીતની બિલકુલ નજીક, ટ્રમ્પને અપીલ - ગુસ્સો થૂંકો, આપણે વિરોધી હોઈ શકીએ, દુશ્મન નહીં

Update: 2020-11-07 11:00 GMT

યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ખુબ જ રસપ્રદ રહી હતી. અને હવે પરિણામો પણ વિલંબિત થઈ રહ્યા છે. ત્રણ દિવસની મતગણના બાદ પણ અંતિમ પરિણામ સામે આવ્યા નથી. જો કે ગણતરીના આ પાયદાન પર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટું નુકશાન થતું જોવા મળી રહ્યું છે. 270 ના લક્ષ્ય સુધી પહોંચવામાં જ્યાં ટ્રમ્પને પસીનો છૂટી રહ્યો છે. ત્યાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન એક બાદ એક મોટા રાજ્યો પર કબ્જો જમાવી લક્ષ્યના બિલકુલ નજીક પહોંચી રહ્યા છે. અને રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરવાથી માત્ર એક કદમ જ દૂર છે.

અમેરિકામાં ડેમોક્રેટ જો બાઈડેનનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નક્કી થઈ ચૂક્યું છે. બિડેન 4 મોટા રાજ્યો પેન્સિલ્વેનિયા, એરિઝોના, જ્યોર્જિયા અને નેવાડામાં આગળ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કેરોલિના અને અલાસ્કામાં આગળ છે. બિડેનને અત્યાર સુધી 253 અને ટ્રમ્પને 214 મત મળ્યા છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270 નો આંકડા સુધી પહોંચવું પડે છે.

બીડેન શનિવારે લોકોની સામે સામે આવ્યા હતા અને તેમણે રાજકીય પારો ઠંડો કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પનું નામ લીધા વિના, તેમને ગુસ્સો થૂંકવાની અપીલ કરી, અને કહ્યું આપણે વિરોધી હોય શકીએ પણ શત્રુ નહીં, આપણે બધા અમેરિકનો છીએ.

બિડેને જીતનો દાવો કરતાં સમર્થકોને કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે ડેમોક્રેટ્સ ચૂંટણી જીતશે. અમેરિકન જનતાએ અમને સરકાર ચલાવવાનો જનાદેશ આપ્યો છે, દેશ ઇચ્છે છે કે તેઓ એક થઈને આગળ વધે. તમારે ધીરજ રાખવી જ જોઇએ. આજે આપણે સાબિત કરી રહ્યા છીએ કે 244 વર્ષો પહેલા (1776 માં) જે કરવામાં આવ્યું હતું. અને તે લોકશાહી સફળ અને અસરકારક છે. તમારો દરેક મત ગણાશે. બિડેને સમર્થકોને શાંતિ જાળવવા પણ અપીલ કરી હતી.

Tags:    

Similar News