વડોદરા : દેવ નદીના કિનારે કપડા ધોતી વૃધ્ધાને મગર ખેંચી ગયો, જુઓ વૃધ્ધાનું શું થયું

Update: 2020-03-19 08:35 GMT

વડોદરા

તાલુકાના ગોરજ ગામ નજીકથી પસાર થતી દેવ નદીમાં મગર અને વૃધ્ધા વચ્ચે ખેલાયેલા

જંગનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.  નદી કિનારે કપડા ધોઇ રહેલી વૃધ્ધા પર

હુમલો કરી મગર તેને ખેંચી ગયો હતો. સ્થાનિક યુવાનોએ નદીમાં ઝંપલાવી વૃધ્ધાને મગરના

મુખમાંથી છોડાવી હતી. 

વાઘોડિયા

તાલુકાના ગોરજ ગામમાં રહેતાં 70 વર્ષીય જવારાબેન પરમાર દેવ નદીના કિનારે કપડા ધોવા માટે ગયાં હતાં. તેઓ

કપડા ધોઇ રહયાં હતાં તે સમયે મગરે તેમના પર હુમલો કરી દીધો અને પાણીમાં ખેંચી ગયો

હતો. જવારાબેને હિમંત હાર્યા વિના મગરનો મુકાબલો શરૂ કરી દીધો હતો. તેમણે બુમાબુમ

કરતાં ગામના કાળુભાઇ દીપાભાઈ, વિનોદ અમરતભાઇ અને ગણપત શંકરભાઇ નામના યુવાનો પોતાના જીવની પરવા કર્યાં

વિના મહિલાને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા અને મહિલાને મગરના મોઢામાંથી

બચાવી લીધી હતી. મગર સાથે ખેલાયેલાં જંગનો વિડીયો હાલ વાયરલ થઇ રહયો છે. અત્રે

ઉલ્લેખનીય છે કે,  ગોરજ ગામમાં

છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે, પાણી નિયમિત ન મળતાં મજબુરીમાં મહિલાઓને

કપડા ધોવા માટે ગામની દેવ નદીમાં જવું પડે છે. ભૂતકાળમાં પણ નદી કિનારે કપડા ધોવા

ગયેલી ઘણી મહિલાઓને મગરોએ શિકાર બનાવી હતી.

Tags:    

Similar News