પં.બંગાળ : કોંગ્રેસ-લેફ્ટને ઇન્ડિયન સેક્યુલર ફ્રંટનો પડકાર, ગઠબંધન નહીં થાય તો 60-80 બેઠકો પર લડશે ચૂંટણી

Update: 2021-02-10 05:49 GMT

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) સાથે જોડાણ કરી લીધું છે. પરંતુ હવે મહાગઠબંધનના આ બંને પક્ષો માટે પડકાર વધી શકે છે. ફુરફુરા શરીફના વડા અબ્બાસ સિદ્દીકીની પાર્ટી ઇન્ડિયન સેક્યુલર ફ્રંટે ઘોષણા કરી દીધી છે કે જો તેમની પાર્ટી ગઠબંધનમાં શામેલ નહીં થાય તો 60-80 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.

294 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ અને સીપીએમ ગઠબંધને 230 બેઠકો પર પોતાની વ્યૂહરચના બનાવી છે. દરમિયાન કોંગ્રેસના નેતા અબ્દુલ મન્નાને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે ગઠબંધનમાં અબ્બાસ સિદ્દીકીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગત ચૂંટણીમાં કોંગ્રેસની સાથે સાથે લેફ્ટ પાર્ટીઓ કે જેમણે 33 બેઠકો જીતી હતી, આ વખતે પણ આ બેઠકો પર લેફ્ટના ઉમેદવારો જ ચૂંટણી લડશે.

ત્રણેય પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહ્યો છે. પરંતુ જો કોઈ સમાધાન નહીં મળે તો ઇન્ડિયન સેક્યુલર ફ્રંટ બે અઠવાડિયામાં બેઠકોને લઈને ઘોષણા કરી શકે છે. મોટી વાત એ છે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિનના ચીફ અસદુદ્દીન ઓવૈસી અબ્બાસ સિદ્દીકીને મળ્યા છે.

તમને જણાવી દઈએ કે બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહિના પહેલા જ ઇન્ડિયન સેક્યુલર ફ્રંટની સ્થાપના થઈ હતી. એવા અહેવાલો છે કે રાજ્યમાં ચૂંટણીની તારીખો 18 કે 19 ફેબ્રુઆરીએ જાહેર થઈ શકે છે.

Tags:    

Similar News