ઇઝરાયલના જેરુસલેમમાં એક સિનેગોગમાં થયો આતંકી હુમલો, 8 લોકોના મોત

Update: 2023-01-28 05:03 GMT

ઇઝરાયલના જેરુસલેમમાં એક સિનેગોગમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, આ ગોળીબાર એક આતંકવાદી હુમલો છે. પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 9 લોકો માર્યા ગયાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલો શુક્રવારે રાત્રે લગભગ 8.15 વાગ્યે જેરુસલેમના નેવા યાકોવ સ્ટ્રીટ પર આવેલા એક સિનેગોગમાં થયો હતો.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, જેરુસલેમના સિનેગોગ પરિસરમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે પહોંચીને તબીબોની ટીમે ઈજાગ્રસ્તોની સારવાર કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કથિત હુમલાખોરને પણ બાદમાં ઠાર મારવામાં આવ્યો છે. ગુરુવારે જેનિન શહેરમાં ઇઝરાયલી સુરક્ષા દળોએ એક શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. જેમાં એક વૃદ્ધ મહિલા સહિત 9 લોકોના મોત થયા હતા.

Tags:    

Similar News