ગ્રીસના જંગલોમાં આગ લાગતા 30 હજાર લોકોનું કરાયું સ્થળાંતર, તાપમાન પહોચ્યું 40 ડિગ્રીને પાર...

Update: 2023-07-23 09:50 GMT

ગ્રીસ 50 વર્ષમાં સૌથી ગરમ જુલાઈ મહિનામાંથી પસાર થઈ રહ્યું છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. આ દરમિયાન ત્યાં રોડ્સ આઇલેન્ડના જંગલોમાં લાગેલી આગને કારણે સ્થિતિ વધુ વણસી છે. 

30 હજારથી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. લોકોને મદદ કરવા અને જંગલમાં લાગેલી આગને બુઝાવવા માટે સરકાર આર્મી અને કોસ્ટ ગાર્ડની મદદ લઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી કોઈએ જીવ ગુમાવ્યો નથી, પરંતુ સ્થિતિ ઘણી ગંભીર છે. અનેક વિસ્તારોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. અલજઝીરા અનુસાર ગ્રીસમાં 79 જગ્યાએ આગ લાગી છે. તેને બુઝાવવા માટે 5 હેલિકોપ્ટર અને 173 ફાયર ફાઈટર કામે લાગ્યા છે.

આગ એટલી ભીષણ છે કે અત્યાર સુધીમાં 35 ચોરસ કિલોમીટરનું જંગલ બળીને રાખ થઈ ગયું છે. આગામી સપ્તાહ સુધી સમગ્ર દેશને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. હીટ સ્ટ્રોકના કારણે 38 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરિયાના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે.

Tags:    

Similar News