મોહમ્મદ મુઈઝ બન્યા માલદીવના નવા રાષ્ટ્રપતિ, ભારત સમર્થક ઈબ્રાહિમ સોલિહ હાર્યા, મળ્યાં 53% વોટ...

Update: 2023-10-01 04:56 GMT

માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર મોહમ્મદ મુઈઝ જીતી ગયા છે. પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ ના ઉમેદવાર મુઈઝે ભારત સમર્થક ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ ને પરાજય આપ્યો હતા. મુઇઝ હાલમાં દેશની રાજધાની માલે શહેરના મેયર છે. તે ચીનના સમર્થક મનાય છે. તેઓ ચીન સાથે સંબંધો સુધારવા પર ભાર મૂકે છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ તેમને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર તમામ 586 મતપેટીઓના પરિણામોની ગણતરી કર્યા પછી મુઇઝને 53 ટકા મત મળ્યા. જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને 46 ટકા મત મળ્યા છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો વર્તમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ અને મુઈઝ વચ્ચે જ હતો. આ ચૂંટણી એક પ્રકારનો જનમત હતો કે માલદીવના લોકો ભારત અને ચીન વચ્ચે કોને સૌથી વધુ પ્રાધાન્ય આપવા માગે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે બીજી વખત મતદાન થયું હતું. 8 સપ્ટેમ્બરે થયેલા મતદાનમાં કોઈને 50 ટકા વોટ મળ્યા નહોતા.

Tags:    

Similar News