અંકલેશ્વર એસટી ડેપોમાંથી બસનો કંડકટર બે વિદેશી શરાબની બોટલ સાથે પીધેલી હાલતમાં ઝડપાયો, બસ ચાલક ફરાર

Update: 2016-05-25 12:11 GMT

વલસાડ-મહેસાણાની બસને સુરત ડેપોમાં લઈ જવાનાં બદલે અંકલેશ્વર આવી જતા આખો મામલો પ્રકાશમાં આવ્યો

અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોમાંથી બસનો કંડકટર બે વિદેશી શરાબની બોટલો સાથે પીધેલી હાલતમાં ઝડપાયો હતો જયારે બસ ચાલક ફરાર થઈ ગયો હતો.

વલસાડથી મહેસાણા જતી એસટી બસનાં ચાલક મહેન્દ્ર ચૌધરી અને કંડકટર ભગવાન પરમારનાઓ વલસાડની એસ ટી બસમાં મુસાફરો લઈને મહેસાણા જવા નીકળ્યા હતા પરંતુ રાજાપાઠમાં હોવાથી તેઓએ બસને સુરત એસટી ડેપોમાં લઈ જવાનાં બદલે હાઈવે પર સીધી જ હંકારી અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાં આવી ગયા હતા અને સુરત તેમજ બસનાં મુસાફરોએ ભારે હોબાળો મચાવી આ અંગે ભરૂચ એસટી વિભાગનાં નિયામકને જાણ કરી હતી તેઓએ અંકલેશ્વર ડેપો મેનેજર ને જાણ કરતા શહેર પોલીસને જીઆઈડીસી બસ ડેપો ખાતે બોલાવામાં આવી હતી.

શહેર પોલીસે બસમાં તલાસી લેતા કંડકટર ભગવાન પરમાર પાસેથી બે નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને પોતે પણ રાજાપાઠમાં હોવાનું પોલીસને જણાય આવતા તેની ધરપકડ કરી હતી. જો કે બસનો ચાલક મહેન્દ્ર ચૌધરી બસમાંથી ફરાર થઈ ગયો હતો.

એસટી બસનાં મુસાફરોનાં જીવને જોખમમાં મુકનાર કંડકટર ને પોલીસે હવાલાત ભેગો કરી દીધો છે. જયારે ફરાર બસ ચાલકને ઝડપી પાડવાનાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News