અંકલેશ્વર ના સારંગપુર ગ્રામ પંચાયતના મહિલા સભ્ય ના ઘર માંથી વિદેશી શરાબ ઝડપાયો

Update: 2016-12-26 13:58 GMT

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ માં ગ્રામ પંચાયતની ચૂંટણી ને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મહિલા સભ્ય ના ઘર માંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

જાણવા મળતી વિગતો અનુસાર અંકલેશ્વર ના સારંગપુર ગામ માં ગ્રામ પંચાયતની ચૂંટણી ને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.જયારે જાહેર પ્રચાર ના પડઘમ બંધ થયા છે ત્યારે હવે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા સામ,દામ,દંડ,ભેદ ની નીતિ અપનાવવા માં આવી રહી છે.તો દારૂની પણ રેલમછેલ ચૂંટણી માં થતી હોય છે.

સારંગપુર ગામ ની ગ્રામ પંચાયત ની ચૂંટણી માં મહિલા સભ્ય તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવાર ના ઘર માં મતદારોને રીઝવવા માટે વિદેશી શરાબ રાખવા માં આવ્યો હોવાની બાતમીના આધારે જીઆઈડીસી પોલીસ મથકના પી આઈ આર.કે.ધુલીયાએ પોતાના સ્ટાફ સાથે રેડ કરી હતી.પોલીસની રેડ માં રૂપિયા 20,400નો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.જોકે ઘર બંધ હોવાના કારણે મહિલા સભ્ય કે તેમના પતિ અરવિંદ બારીયા પોલીસના હાથે લાગ્યા ન હતા.

પોલીસે હાલ માં વિદેશી શરાબ નો જથ્થો જપ્ત કરીને ફરાર આરોપીઓ ને ઝડપી લેવાના ચક્રોગતિમાન કાર્ય છે.પોલીસ ની કાર્યવાહીથી ચૂંટણીમાં દારૂની છૂટ થી વહેંચણી કરતા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags:    

Similar News