અંકલેશ્વરની ખરોડ ચોકડી પર એક્ષેલ હોટલ નજીક નાળા આગ થી દોડધામ

Update: 2018-03-14 12:45 GMT

અંકલેશ્વરની ખરોડ ચોકડી પર એક્ષેલ હોટલ નજીક હાઇવેના નાળા આગ થી દોડધામ મચી જવા પામી હતી.અસામાજિક તત્વો દ્વારા ઠાલવામાં આવેલ કેમિકલ વેસ્ટ ગરમી સંપર્કમાં આવતાજ સળગી ઉઠ્યો હતો. પાનોલી ફાયર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. લીકવીડ વેસ્ટ કેમિકલ આગ પર કાબુ મેળવતા અર્ધા કલાકની જહેમત ફાયર વિભાગે ઉઠાવી પડી હતી.

અંકલેશ્વર તાલુકા ખરોડ ચોકડી નજીક આવેલ એક્ષલ હોટલ પાસે નેશનલ હાઇવે 8 પર નાળા કોઈ માથાભારે ઈસમો દ્વારા લીકવીડ કેમિકલ વેસ્ટ ઠાલવ્યો હતો. જે બુધવારના બપોરે અચાનક ગરમી વધતા એકાએક સળગી ઉઠ્યો હતો. અને ઉંચે સુધી ધુમાડા ગોટેગોટા ઉડવા લાગતા એક તબક્કે હાઇવે પર વાહનચાલકોમાં ભય ફેલાયો હતો સ્થાનિક રહીશો દ્વારા પાનોલી ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણી અને ફોમનો સત્તત મારો ચલાવી આગ પર અર્ધા કલાકની જહેમતે કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર તેમજ આજુ બાજુ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખત કેમિકલ વેસ્ટનો નિકાલ ગેરકાયદેસર રીતે પર્યાવરણ જોખમી એવી રીતે કરવામાં આવી રહ્યો છે.

Tags:    

Similar News