અંકલેશ્વરની મુસ્લિમ સમાજની દીકરી કોલગેટ 1 લાખ રૂપિયા સ્ક્લોરશીપ મેળવી

Update: 2018-03-19 12:03 GMT

અંકલેશ્વરની મુસ્લિમ સમાજ દીકરી કોલગેટ 1 લાખ રૂપિયા સ્ક્લોરશીપ મેળવી ગુજરાત રાજ્યમાં પ્રથમ વિનર બની હતી. ગેરેજમાં કામ કરતા પિતાની પુત્રી ધોરણ 6 માં અભ્યાસ કરી રહી છે. બાળકી અભ્યાસ કરી ડેન્ટીસ બનવાની ઈચ્છા કરી હતી.

અંકલેશ્વરની મરકસ સ્કુલમાં ધોરણ 6માં આભ્યાસ કરતી સનોબા અશરફખાન એ કોલગેટ કંપની દ્વારા આયોજિત સ્ક્લોરશીપ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ વિનર બની રૂપિયા 1 લાખની સ્ક્લોરશીપ મેળવી છે. પિતા અંકલેશ્વર શહેર ખાતે ઓટો ગેરેજમાં કામ કરી રહ્યા છે માતા ઘરકામ અને બ્યુટીપાર્લર કામ કરી 3 દીકરીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે ડેન્ટીસ બનાવની મહેચ્છા ધરાવતી સનોબાએ જણાવ્યું હતું કે અભ્યાસમાં રૂચિ દાખવી તો તમે કોઈપણ મુકામ પર પહોંચી શકો છો. આગળ અભ્યાસ કરીને ડેન્ટિસ્ટ બનવા માંગે છે અને લોકોની સેવા કરવા માંગે છે.

 

Tags:    

Similar News