અતિશય વ્યસ્તા વાળી જીંદગી માં વોકિંગ રાખશે એકદમ ફિટ એન્ડ ફાઈન 

Update: 2016-07-08 00:30 GMT

ડાયાબિટીસ,પ્રેસર સહિત ની બીમારી નો વ્યાપ વધતા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા વઘી

વર્તમાન સમય ને ડિજિટલ યુગ તરીકે ઓળખ મળી છે અને આંગળી ના ઇસારે લોકો વિશ્વ ભરની માહિતી મેળવી રહ્યા છે.પરંતુ બીજી તરફ કામના બોજ અને વ્યસ્ત જીવન શૈલી માં લોકો પોતાના સ્વાસ્થ્ય સંદર્ભે જ ઉદાસીન રહેતા હોય છે,જોકે બીજી તરફ જોઇએ તો ડાયાબિટીસ,પ્રેસર સહિત ની બીમારી નો વ્યાપ વધતા લોકો મન અને તન તંદુરસ્ત રાખવા માટે પણ સજાગ બન્યા છે.

ભારત માં ડાયાબિટીસ નો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે,માત્ર મોટી ઉંમર ના લોકોજ નહીં પરંતુ ના બાળકો પણ હવે આ બીમારી થી બાકાત રહ્યા નથી.જ્યારે કામ નું ટેંશન,ભાગદોડ વાળી લાઈફ અને સ્ટ્રેસ ના પરિણામે પ્રેસર ના દર્દીઓ પણ જોવા મળે છે.તજજ્ઞો ના મત અનુસાર ભલે સમય અનુસાર લોકોની કામ કરવાની પધ્ધતિ,ખોરાક અને જીવનશૈલી બદલાય છે પરંતુ અતિવ્યસ્તા વાળી લાઈફ માં પણ હળવી કસરત માણસને સ્ટ્રેસ ફ્રી અને હેલ્થી રાખી શકે છે.

યુવાનો માં જીમ માં જઈને એક્સરસાઇઝ કરીને બાવડા મજબૂત કરવાનો જબ્બર ક્રેઝ જોવા મળે છે પરંતુ તંદુરસ્તી ને બરકરાર રાખવા માટે જીમ સિવાય પણ અનેક ઉપાય છે,અને તેમાં મોર્નિંગ અથવા તો ઇવનિંગ વોક પણ ખુબજ ફાયદાકારક છે.દરરોજ નિયમિત પણે કસરત કે વોકિંગ થાય એ ખુબજ જરૂરી છે પરંતુ જો સંજોગો ને કારણે કસરતમાં નિયમિતતા ન જળવાય તો સપ્તાહ માં વધારે નહીં પણ એક બે દિવસ પણ પોતાના શરીર માટે સમય ફાળવી ને ચાલવું જોઈએ.

નિષ્ણાંતો ના મતે ચાલવાની શરૂઆત ધીમેધીમે કરીને પછી તેમાં ગતિમાં થોડો ફેરફાર કરવો જોઈએ અને વધારે નહીં પણ ઓછા માં ઓછું ત્રણ થી પાંચ કિલોમીટર નું વોકિંગ તમારા શરીર માં નવી ઉર્જા અને તાજગી નો અહેસાસ કરાવશે અને ફિટ એન્ડ ફાઈન પણ રાખશે.

જે લોકો ડાયાબિટીસ ના દર્દી છે તેમને પણ તબીબો ચાલવા ની સલાહ આપે છે,પરંતુ માત્ર દેખાદેખી માં નહીં પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સ્વયં જાગૃત થઈ ને પોતાની જીવનશૈલી માં કસરતને પણ સ્થાન આપવું એ હવે અનિવાર્ય બની ગયું છે.

Tags:    

Similar News