અમદાવાદથી ચંડીગઢ જતી ફલાઇટમાં એવું શું થયું કે મુસાફરોએ મચાવ્યો હોબાળો

Update: 2019-12-13 15:59 GMT

અમદાવાદથી

ચંડીગઢ જતી ઇન્ડીગોની ફલાઇટમાં એક એવી ઘટના બની હતી કે મુસાફરો વિફર્યા હતાં અને

તેમણે હોબાળો મચાવી વિમાનમાં હાજર કર્મચારીઓનો ઉઘડો લઇ નાંખ્યો હતો.

શુક્રવારના

રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઇન્ડીગોની ફલાઇટ

ચંડીગઢ જવા માટે રવાના થઇ હતી. ચંડીગઢમાં ભારે વરસાદ પડી રહયો હોવાથી ફલાઇટને

વરસતા વરસાદમાં લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. પ્લેનમાંથી બહાર નીકળી એરપોર્ટના

ટર્મિનલ સુધી જવા માટે બસની વ્યવસ્થા કરવામાં નહિ આવતાં મુસાફરોએ હોબાળો મચાવી

દીધો હતો. પ્લેનના કેબિન ક્રુએ ફલાઇટ કયાં લેન્ડીંગ કરાવવી તે અમારા હાથમાં નથી

તેમ કહી જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્ડીગો કંપનીના એક પણ

અધિકારી કે કર્મચારી મુસાફરોની વ્હારે આવ્યાં ન હતાં. આખરે મુસાફરોને વરસતા

વરસાદમાં ટર્મિનલ સુધી જવાની ફરજ પડી હતી. વિમાની કંપનીની બેદરકારી સામે મુસાફરોએ

બળાપો ઠાલવ્યો હતો.

Tags:    

Similar News