અમદાવાદમાં ગુગલના માધ્યમથી થઇ રહયું છે ટ્રાફિક- ક્રાઉડ એનાલીસીસ

Update: 2020-04-03 12:51 GMT

અમદાવાદમાં કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે સરકાર અને પોલીસ વિભાગ કલમ- 144ના અમલ માટે કટીબધ્ધ બની છે. કામ વગર બહાર નીકળતા લોકો ઉપર ગુગલના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે.

ગૃહ રાજ્ય

મંત્રી  પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સસિંગ  જાળવવા આજે

ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ અનિવાર્ય બન્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં સર્વેલન્સ

દ્વારા શહેર પોલીસે લોકડાઉનમાં કોરોના જેવી મહામારીને હરાવવા સોશિયલ ડિસ્ટન્સને

અનિવાર્ય ગણાવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી સ્થિત કમાન્ડ એન્ડ

કંટ્રોલ સેન્ટરમાં  શહેરભરના ૧૧૦૦ સૌથી વધુ કેમેરાની ફીડ મેળવીને તેના આધારે શહેરમાં એકઠા થતા

લોકોની ભીડ નિવારાય છે. 

આર્ટિફીશ્યલ

ઈન્ટેલિજન્સની મદદથી WHO ના નોર્મ્સ પ્રમાણે એક બીજા વચ્ચે ૧.૫ મીટરનું અંતર જાળવે છે કે નહી તે

સેન્ટરમાં બેઠા બેઠા તપાસ કરી શકાય છે.  શહેર પોલીસ દ્વારા ડિજિટલ પેટ્રોલિંગની

વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. આ કંટ્રોલ રૂમમાંથી મહત્તમ ટ્રાફિક ધરાવતા વિસ્તારો લાલ

રંગથી, થોડોક ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો ઓરેન્જ અને ન્યૂનતમ અથવા તો અત્યંત ઓછો

ટ્રાફિક ધરાવતા વિસ્તારો લીલા રંગથી આઇડેન્ટીફાઇ કરવામાં આવે છે અને તેને આધારે જે

તે વિસ્તારના પોલીસ સ્ટેશનને સીધી સુચના આપી લોકોને એક્ઠા થતા રોક્વામાં આવશે.

અમદાવાદ

શહેર પોલીસ કમિશ્નર  આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, જીઓ ટેગીંગ અને એરિયલ સર્વેલન્સનો ઉપયોગ

કરીને ભીડ એક્ઠી થતી અટકાવવા આ વ્યવસ્થા અમલી બનાવાઈ છે.  અમદાવાદ

શહેર પોલીસ દ્વારા ડ્રોનની મદદથી પણ લોકડાઉનનો અમલ કરાય છે. રોજ ૮ જેટલા

ડ્રોન દ્વારા આ કામગીરી હાથ ધરીને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા પ્રયાસ કરાય છે.

      

Tags:    

Similar News