અમેરિકામાં ઈરમા વાવાઝોડાનાં કારણે 56 લાખ લોકોનું સ્થળાંતર

Update: 2017-09-10 07:53 GMT

કેરિબિયન ટાપુઓ પર તારાજી સર્જનાર ઈરમા વાવાઝોડું અમેરિકા તરફ આગળ વધ્યું હતુ, અને ફ્લોરિડામાં ભારતીય અમેરિકન સહિત 56 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કેરેબિયન ટાપુઓ પર તારાજી અને તબાહી મચાવ્યા બાદ ઇરમા અમેરિકા તરફ આગળ વધ્યું હતુ.

અમેરિકામાં બે પ્રચંડ તોફાનો હાર્વે પછી ઇરમા ત્રાટકયા છે. કેરેબિયન ટાપુ સેન્ટ માર્ટીન ઇરમાને કારણે સંપૂર્ણપણે સાફ થઇ ગયો છે. કેરેબિયન ટાપુમાં ઇરમાથી સર્જાયેલી તારાજી અને તબાહીમાં 15 થી વધુ લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, અને હજારો લોકો બેઘર બની ગયા છે.

અમેરિકાના ઇતિહાસમાં ઇરમા સૌથી વિનાશકારી તોફાન કહેવામાં આવ્યું છે. ઇરમા તોફાન થી પ્રભાવિત થયેલા લોકોને સુરક્ષિત સ્થળ પર રાખવામાં આવ્યા છે, અને સરકાર દ્વારા પણ તેઓને દવા સહિતની જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.

Similar News