વસ્તીની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં પ્રથમ ક્રમે ! યુ.એન.ના રિપોર્ટમાં કરાયો દાવો...

સંયુક્ત રાષ્ટ્ર વસ્તીગણતરી કોષ (યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ-યુએનએફપીએ)ના અહેવાલ અનુસાર ભારતની અંદાજિત વસ્તી 144 કરોડે પહોંચી છે.

Update: 2024-04-18 04:47 GMT

સંયુક્ત રાષ્ટ્ર વસ્તીગણતરી કોષ (યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ-યુએનએફપીએ)ના અહેવાલ અનુસાર ભારતની અંદાજિત વસ્તી 144 કરોડે પહોંચી છે.આગામી 77 વર્ષમાં ભારતની વસ્તી બે ગણી થઈ જશે. વસ્તીના મુદ્દે ભારત હવે વિશ્વમાં પહેલા ક્રમે છે. ભારતની વસ્તીમાં 0થી 14 વર્ષની વયના 24 ટકા લોકો છે. 142.5 કરોડની વસ્તી સાથે ચીન વિશ્વમાં બીજા ક્રમે છે. ભારતની 7% વસ્તી 65 વર્ષ કે તેનાથી વધુ વયની છે. દેશમાં પુરુષોનું જીવન સરેરાશ 71 વર્ષ અને મહિલાઓનું 74 વર્ષ છે.ભારતના 640 જિલ્લાના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે લગભગ એક તૃતિયાંશ જિલ્લામાં માતામૃત્યુ દર ઘટાડવામાં સતત વિકાસલક્ષ્ય પ્રાપ્ત કરાયું છે. દર 1,00,000 જીવિત જન્મ પર માતા મૃત્યુદર 70થી ઓછો છે પરંતુ 114 જિલ્લામાં હજી પણ આ રેશિયો 210 કે તેનાથી વધુ છે.

Tags:    

Similar News