ઈસરોએ બનાવી સેટેલાઇટ બેઝડ એલર્ટ સિસ્ટમ

Update: 2017-06-26 05:53 GMT

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO)એ સેટેલાઇટ બેઝ્ડ ચિપ સિસ્ટમ તૈયાર કરી છે, જે અનમેન્ડ રેલવે ક્રોસિંગ પર પસાર થનારને હૂટર વગાડી અલર્ટ કરવામાં આવશે. આ રિયલ ટાઇમમાં ટ્રેનની મૂવમેન્ટની જાણકારીમાં મદદ કરશે.

પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આ સિસ્ટમ મુંબઈ અને ગુવાહાટી રાજધાનીની ટ્રેનોમાં લગાડવામાં આવશે. એમાં એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ(આઈસી) ચિપ હશે, જે ટ્રેનનાં એન્જિનમાં લગાડવામાં આવશે. ટ્રેન જ્યારે અનમેન્ડ ક્રોસિંગથી ૫૦૦ મીટર દૂર હશે, ત્યારે હૂટર વાગવાનું શરૂ થઈ જશે.

જેમ જેમ ટ્રેન રેલવે ક્રોસિંગ નજીક આવશે એમ હૂટરનો અવાજ વધતો જશે. ટ્રેન ક્રોસિંગ પાર કરી લેશે પછી હૂટર બંધ થઈ જશે. સેટેલાઇટ બેઝ્ડ ચિપ હોવાને કારણે આ સિસ્ટમનો ઉપયોગ રિયલ ટાઇમમાં ટ્રેનોની મૂવમેન્ટની જાણકારી માટે પણ કરી શકાશે.

Similar News