OpenAIએ ભારતમાં પ્રથમ કર્મચારીની નિમણૂક કરી:પ્રજ્ઞા મિશ્રાને કંપનીની ગવર્નમેન્ટ રિલેશન હેડ બનાવવામાં આવી

કંપનીએ 39 વર્ષીય પ્રજ્ઞા મિશ્રાને તેના ગવર્નમેન્ટ રિલેશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રજ્ઞા મિશ્રા અગાઉ Truecaller અને Metaમાં કામ કરી ચૂકી છે.

Update: 2024-04-19 15:12 GMT

ChatGPT બનાવનારી કંપની OpenAIએ ભારતમાં તેના પ્રથમ કર્મચારીની નિમણૂક કરી છે. કંપનીએ 39 વર્ષીય પ્રજ્ઞા મિશ્રાને તેના ગવર્નમેન્ટ રિલેશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રજ્ઞા મિશ્રા અગાઉ Truecaller અને Metaમાં કામ કરી ચૂકી છે. તે મહિનાના અંતમાં OpenAIમાં કામ શરૂ કરશે.

આ નિમણૂક હજુ જાહેર કરવામાં આવી નથી. બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં આ મામલાની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને આ જાણકારી આપી છે પ્રજ્ઞાની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેમણે 2012માં ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી MBA કર્યું હતું. તે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી બાર્ગેનિંગ અને નેગોશિયેશનમાં ડિપ્લોમા પણ કર્યો છે.

Tags:    

Similar News