ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું , હિમવર્ષાની શક્યતા

Update: 2017-12-10 06:08 GMT

જમ્મુ -કાશ્મીરનાં લદ્દાખ ક્ષેત્રમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે, જોકે કાશ્મીર ખીણમાં રાત્રિના સમયે તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડીથી કંઇક અંશે રાહત મળી છે. જો કે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી સપ્તાહમાં કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા થવાનાી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 11 ડિસેમ્બરથી જોવા મળશે. જેના કારણે ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં લેહ અને કારગીલ જ એવા બે વિસ્તારો હતા જેમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. લેહમાં રાત્રિના સમયે લઘુતમ તાપમાન માયનસ 13 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. બીજી તરફ કારગીલમાં માઇનસ 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

 

Similar News