ઉનાળા વેકેશનની મજા માણવાનું બેસ્ટ ડેસ્ટિનેશન, વન ડે પિકનીક માટે લોકોમાં ફેવરિટ

Update: 2018-04-19 10:52 GMT

સ્કૂલોમાં પરીક્ષાનો માહોલ પૂર્ણ થયા બાદ હવે વેકેશનનો માહોલ શરૂ થયો છે. ત્યારે લોકો વેકેશન મનાવવા પર્યટન સ્થળોએ જવા માટે પ્લાનિંગ કરતા હોય છે. વધુ ખર્ચ કરીને દૂરના સ્થળોએ જવા કરતાં ઘર આંગણે જ કેટલાંક એવા સ્થળો હોય છે જે પરિવાર સાથે એન્જોયમેન્ટ માટે ઉત્તમ સાબિત થતા હોય છે. અહીં વાત કરીએ એક એવા જ પ્રવાસન સ્થળની.

નર્મદા નદીના કીનારે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળોની કમી નથી. નર્મદા જીલ્લામાં એક અનોખુ સાંદર્ય અને પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નીલકંઠ ધામ. મા નર્મદા તટે પોઇચા ગામ પાસે આવેલું નિલકંઠ વર્ણી ધામ પ્રવાસીઓ માટે બેસ્ટ ડેસ્ટીનેશન બની રહ્યું છે. 105 એકરમાં પથરાયેલા આ ધાર્મીક સ્થળે પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ ઉભુ કર્યું છે. હાલમાં ઉનાળુ વેકેશન શરૂ થતાં રોજે રોજ મોટીસંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ રહ્યા છે. આ વેકેશનમાં સહજાનંદ યુનીવર્સ પણ પ્રવાસીઓમાં એક આકર્ષણ જમાવી રહ્યું છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="46190,46191,46192,46193,46194,46195,46196,46197,46198"]

નિલકંઠ ધામના સંચાલક કેવલ્યમ સ્વામીનું કહેવું છે કે, પોઇચા નિલકંઠ ધામ મંદીર એટલે હીંદુ ધર્મની આસ્થાનું પ્રતીક. દર્શન માત્રથી પવિત્ર કરનાર માં નર્મદાનાં કિનારે આવેલું નયનરમ્ય મંદીર ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવી રહ્યું છે. અહીં આવતા પ્રવાશીઓ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. પ્રાચીન સંસ્ક્રુતિના દર્શન કરાવતુ અર્વાચીન મંદીર એટલે નિલકંઠ ધામ પોઇચા. આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા.

અહીં આવતા પ્રવાસીઓ માટે કેન્ટિન સહિતની સુવિધા પણ ઉપલબ્ધ છે. સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ આ મંદિર પ્રાંગણમાં વિવિધ જોવાયાલય સ્થળો ઉપર લોકો જઈને દિવસ પસાર કરી શકે છે. સાંજ પડતાં જ વિવિધ પ્રદર્શનીઓ અને લઈટીંગ પ્રવાસીઓનું મન મોહી લે છે. નજીકનાં વિસ્તારમાંથી પ્રવાસે આવતા લોકોને વન ડે પિકનીકનું ફુલ એન્જોય કરાવી આપતું આ બેસ્ટ ડેસ્ટિનેશન કહી શકાય.

Similar News